પ્રેમ ક્યાંથી કહેવાય...?
પ્રેમ ક્યાંથી કહેવાય...?
મળે છે મિત્રો રસ્તામાં હજારો સુંદર ચહેરા,
એકાદ એમાંથી દિલને બહું ગમી જાય,
તો પછી એને પ્રેમ ક્યાંથી કહેવાય....?
માન્યું કે એમને જોવાનું મન વારંવાર થાય છે,
પણ આમ તો ગમતું ગીત પણ વારંવાર સાંભળો છો ને,
તો પછી એને પ્રેમ ક્યાંથી કહેવાય...?
વિચારોનું શું છે એતો સ્વતંત્ર છે વ્હાલાં,
આજે એના તો કાલે કોઈ બીજાના,
તો પછી એને પ્રેમ ક્યાંથી કહેવાય...?
છે દુનિયામાં ઘણાં વ્યવહાર,
તો કરો અને સામે મળવો જ જોઈએ,
તો પછી એને પ્રેમ ક્યાંથી કહેવાય...?
માન્યું કે ખરાબ છે એ,
પણ આમ વ્યક્તિત્વ જોઈને થાય,
તો પછી એને પ્રેમ ક્યાંથી કહેવાય...?
લખવું તો બસ એક શોખ છે મારો,
એમાં મળી ગયું એનાં નામનું બહાનું સારું,
તો પછી એને પ્રેમ ક્યાંથી કહેવાય...?
છેલ્લે એટલું જ કે રોજ હજારો દિલ તૂટે છે અને લાખો દિલ નવા જોડાય છે,
આતો બસ એક પ્રથા થઇ ગઇ છે એક જાય ને બીજું આવે,
વળી એ જ તો પછી એને પ્રેમ ક્યાંથી કહેવાય...?
