પ્રેમ અને સફળતા પર્યાયવાચી બની શકે ?
પ્રેમ અને સફળતા પર્યાયવાચી બની શકે ?


હતી એક રાત જ્યારે પૂછ્યું મેં મારા પ્રેમને,
શું લઈ જઈશ તું હમેંશા માટે મને તારા ઘેર ?
આ પ્રશ્ન પૂછ્યો નહોતો પેહલી વાર,
બસ જાણવો હતો એના મન નો સાર.
કહ્યું એણે કે, સફળતા પહેલા અને પછી પ્રેમ,
આ સાંભળીને તૂટ્યો મારા મનનો વહેમ.
લાગ્યું હતું આખી જિંદગી વિતાવશે મારી સાથે,
પણ કોને ખબર હતી ભગવાન એ શું લખ્યું હતું એના હાથે.
બસ નક્કી કર્યું ત્યારથી કે નહિ રહું એની જોડે,
બસ મિત્રતાનો સંબંધ રહેશે એની જોડે,
એક દિવસ વિચાર આવ્યો, કે સામેથી તોડી નાખું મિત્રતા,
પ્રયત્ન એના જોવા કરી મેં એની સાથે શત્રુતા.
પ્રયત્નનો એક શબ્દ પણ ના આવ્યો,
અને મેં પણ હવે મારા પ્રયત્નને માર્યો.
નથી થતી હવે વાત,
પણ હજી એ છે મારા માટે ખાસ.