પ્રભુનું સ્થાન
પ્રભુનું સ્થાન
દીવડો પ્રગટે ત્યાં,
મારા પ્રભુનું ઘર વસે,
દયાનું બીજ રોપાય ત્યાં,
મારા પરમાત્માનું ઘર વસે,
આકાશ ઝળહળે ત્યાં,
મારા પ્રભુની લીલા રચાય,
તારા પોતાનું સ્વરૂપ પાંગરે ત્યાં,
મારા પ્રભુની ક્ષમતા જણાય,
જે માનવના મનમાં માણસાઈ જન્મે ત્યાં,
મારા પ્રભુનું સ્થાન સ્થપાય.
