પ્રભુ પ્રગટશે
પ્રભુ પ્રગટશે
શબ્દે શબ્દે પૂરો પ્રાણ પ્રભુ પ્રગટશે,
ના રાખો પ્રેમની તાણ પ્રભુ પ્રગટશે.
મૂકો મોહ માયા તણો અલ્પજીવી,
છોડો એની મોકાણ પ્રભુ પ્રગટશે.
નામસ્મરણ બને આધાર આપણો,
છોને ડૂબે બારે વહાણ પ્રભુ પ્રગટશે.
હોય ભલેને અવગુણ અપાર કદી,
હરિવર ગુણોની ખાણ પ્રભુ પ્રગટશે.
છે ભક્તવત્સલ શરણાગત જરૂરી,
એને બધી તમારી જાણ પ્રભુ પ્રગટશે.
