પપ્પા
પપ્પા
ના કોઈ રોકટોક, કે ના પાબંદી,
પપ્પા સાથે મારે અનોખી ભાઈબંધી.
આપે મારા સ્વપ્નોને ઊડવા પાંખો,
પપ્પા સાથે મારે નાતો અનોખો.
મારા વિચાર વર્તનમાં પપ્પાનો જ પડછાયો,
તડકા કે તાપમાં મળે પપ્પાના વાત્સલ્યનો છાંયો.
મારી પ્રેરણા,આદર્શ,ધ્યેયમૂર્તિ છે પપ્પા,
પ્રેમ,હૂંફ,લાગણીનો ધોધ છે પપ્પા.
