પિયુ વિરહ
પિયુ વિરહ
આ આંખનો ઝરૂખો બહુ ઓપતો શણગારથી,
મહીં દર્દનો દરિયો ઊભો છે આંસુઓના ભારથી.
હવે પાનખર તો ગઈ વસંત આવી આંગણે,
પિયુ વિરહની જ્વાળા ભભૂકે હ્રદય ઝરૂખા ડાળથી.
પ્રાણેશ છે દરિયો પૂનમનો, વ્હાલપનાં મોજાં ઉછળે;
હું ચંદ્રમાની ચાંદની સમ આકર્ષું સાગર દ્વારથી.
શમણાંની વણઝાર ચાલી સાંજની લાલી સહિત,
અમાસના અંધારમાં આસક્ત બનું અજવાશથી.
આશિયાનાનો એ ઝરૂખો સાક્ષી સદાય સ્નેહનો,
કાગ ડોળે રાહ જોતી પિયુની પાદર પાળથી.
ભીતર લાવા પ્રેમનો ઉકળી બહુ ઉભરાય છે,
ઠુંઠવાઈ જાઉં ઝરૂખે ઊભી ઠાર વરસે આભથી.
સ્વપ્નની પાંખે ચડી પ્રણય પંખી પોંચ્યું પિયુ સમીપ,
શશી સર્વરી સમ સાયુજ્ય સાધું સાજનના સંગાથથી.

