Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshreeben Desai

Others

4  

Jayshreeben Desai

Others

કુદરતની કરામત

કુદરતની કરામત

1 min
414


કુદરત તારી કરામત નિરાળી !

સર્જ્યા લતા, આમ્રકુંજ, વનરાજી,


ડુંગરો, કોતરો, બર્ફીલી પહાડી,

ઝીલ, ઝરણા ને સરિતાઓ વહાવી !


વારિ વહ્યાં મહીં એવા અનાડી,

ચંચલ સુંદરી મલપતી મદમાતી !


ચોગરદમ સાગર લહેરાવી,

અલ્લડ ઉછાળ્યા મોજાં માંહી !


જીવો વસાવ્યા વિચારી વિચારી,

ક્ષુધા, તૃષા તણી ગોઠવી બાજી,


આહારજાળ ગૂંથી એવી નિરાળી,

ના અધિક ના ન્યૂન બને જીવરાશી !


બસ... માનવી રચ્યો તેં એવો અવિચારી,

બાજી ખોરવી તુજ રચિત નિરાળી !


વા,જળ, જમીન કીધાં ધૂળધાણી,

વનમંજરી પર કરવત ચલાવી.


થયો ઉદ્દંડ કાજ ધનરાશિ,

લાલચી, લોલૂપ મહા માયાવી !


કરશે ક્વચિત તુજનીય હરાજી !

તવ સર્જન થશે તુજ પર હાવી !


મંદ મંદ શું મલકે મુરારી ?

મનુજ અશ્વ લગામ ખીંચો વનમાળી !


Rate this content
Log in