STORYMIRROR

Lok Geet

Classics

0  

Lok Geet

Classics

પે'લા તે પે'લા જુગમા રાણી

પે'લા તે પે'લા જુગમા રાણી

1 min
325


પે'લા તે પે'લા જુગમા રાણી

તુ હતી પોપટી ને, અમે રે પોપટ રાજા રામનાં

હોજી રે અમે રે પોપટ રાજા રામના...

ઓતરાદે ખંડમાં આંબલો પાક્યો ત્યારે

સૂડલે મરેલ મુને ચાંચ રાણી પીંગળા

હે... પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને

તોય ન હાલી મોરી સાથ મારી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

હે... બીજા-બીજા જુગમાં રાણી,

તુ હતી મૃગલી રે અમે રે મૃગેશ્વર રજા રામના...

મધરાતે વનમાં પારધી એ ફાંસલો બાંધ્યો

પડતાં છાંડ્યા મારા પ્રાણ રાણી પીંગળા

હે... પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને

તોય ન હાલી મોરી સાથ મારી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

હે... ત્રીજા ત્રીજા જુગમા રાણી

તું હતી બ્રાહ્મણીને અમે રે તપેશ્વર રાજા રામના...

ખંડલીક વનમાં ફૂલ વીણવા ગ્યાતાં ત્યારે,

ડસિયેલ કાળુડો નાગ રાણી પીંગળા,

હે... પીડે ફકીરે મારા પ્રાણ જ હર્યાને

તોય ન હાલી મોરી સાથ મારી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં

ચોથા ચોથા જુગમા રાણી

તું હતી પીંગળા ને અમે રે ભરતરી રાજા રામનાં

હે.... ચાર ચાર યુગમાં વાસ હતોને

તોય ના હાલી મારી સાથ રણી પીંગળા

દનડા સંભારો ખમ્મા, પૂર્વજન્મના સેહવાસનાં


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics