પાકો રંગ
પાકો રંગ
દૂધ ધોળું કાં,
એ હું જાણું કાં,
રાત્રિ કાળી કાં,
એ હું જાણું કાં,
લોહી રાતુંં કાં,
એ હું જાણું કાં,
પ્રકાશ પીળો કાં,
એ હું જાણું કાં,
ચંદ્ર ધોળો કાં,
એ હું જાણું કાં,
કફન કાળું કાં,
એ હું જાણું કાં,
કેવું છે આ મન,
એ હું ન જાણું કાં?
