નર્મદા વંદના
નર્મદા વંદના
(છંદ : ભુજંગી)
નદી નર્મદા મધ્ય પ્રદેશવાળી,
તું છે ગુર્જરી ભૌમની જીવદાયી,
તું રે લાગતી માત ગંગા ભવાની,
નમીએ તને નર્મદા પ્રાણદાયી…
ધરે ધ્યાન તારે તટે સોમધારી,
કરે વંદના સંત સૌ માત તારી,
કરે સ્તુતિ ભક્તો સદા માત તારી,
નમીએ તને નર્મદા મોક્ષદાયી...
તું છે માં સફેદી મહેલે નિવાસી,
વહેતી તું જાણે રણે માત કાલી,
ન નીરે તું છે રે ભરેલી સુધાથી,
નમીએ તને નર્મદા કષ્ટહારી…
તું છે માં વિનાશી, વિકાસી, સુવાસી,
તું છે માં દયાળી, કૃપાળી, રેવાજી,
કરી 'અર્જુને' વંદના માં વિધાત્રી,
નમીએ તને નર્મદા જન્મદાત્રી…
