નદીના વિરહમાં કિનારો
નદીના વિરહમાં કિનારો


કિનારા સાથે ચાલતી ચાલતી
એ નદી ના જાણે કેમ
સાગરમાં ભળી જાય છે.
ઉંચા પહાડથી શરુ થઈને
સાગરમાં જાય ત્યા સુધી
એજ તો એની સાથે હોય છે.. કિનારો.
તો પછી કેમ, કેમ એ
કીનારાને છોડી સાગરને મળે છે
જ્યા તેનુ તો કોઈ અસ્તિત્વજ નથી.
કેમ એ કિનારે હલેચા મારતી
ક્યારેક ચિડાઈ ને હલેચા મારે
તો ક્યારેક શાંત નિરમલ બની
કિનારાને સ્પર્શ કરી એને બોલાવે.
જ્યારે નદી સાગરને મળી જાય
તો કિનારાને દુખ તો લાગે છે
પણ ખુશી એ વાતની છે કે
સફર તો એ કિનારા સાથેજ કરતી ને.
જ્યારે તું વહેણ બદલે છે તો
તને તો નવો કિનારો મળી જાય છે પણ
આ કિનારો તો નદીના પાણી વગર
એને જોયા વગર તરસ્યોજ રહી જાય છે
તુ છે આ નદી અને હું ?
હુ બસ, આ કીનારો, રાહ જોતો
ફરી એકવાર નદીના સ્પર્શનો.
આ નદી ફરી એક વાર એ
રાહ જોતાં સુખા કિનારાને મળે
શુ એવું કશું જ થાઈ નહીં ?