ના પૂછો હું કોણ છું
ના પૂછો હું કોણ છું


હા, હું સ્ત્રી છું
ઘરનું કામ પણ કરું છું
રોજે ઓફિસ પણ જાવ છું
ના પૂછો હું કોણ છું !
હા, હું સ્ત્રી છું.
બધાનું ખાવાનું પણ બનવું છું
સાથે બાળકોને પણ સંભાળતી જાવ છું
ના પૂછો હું કોણ છું !
હા હું સ્ત્રી છું
હું એક માતા પણ છું અને
જરૂર પડતાં પિતા પણ બની બતાવું છું
ના પૂછો હું કોણ છું !
હા હું સ્ત્રી છું
મકાન તો તમે બનાવ્યું છે
પણ એ મકાન ને ઘર હું બનવું છું
ના પૂછો હું કોણ છું !
હા, હું સ્ત્રી છું
ખૂણામાં બેસી ને રડું છું ક્યારેક પણ
રોજે કાલિકા થઈ ને લડુ છું
ના પૂછો હું કોણ છું !