STORYMIRROR

Mukesh Jogi

Inspirational Others Romance

3  

Mukesh Jogi

Inspirational Others Romance

નડે છે

નડે છે

1 min
26.5K


સમયના જ શાને અભાવો નડે છે,

પ્રણય ને જૂઠા હાવભાવો નડે છે.


થતી દૂર મારાથી સઘળી દિશાઓ,

અમોને અમારા સ્વભાવો નડે છે.


ભટકવુ પડે છે ઝરણ છોડી રણમાં,

તમારા દિધેલા સુઝાવો નડે છે.


નથી એક સંગાથ તારો સફરમાં,

મને સાવ કેવા અભાવો નડે છે.


બનાવ્યા કરૂ યાદમાં મ્હેલ "પાગલ",

મને ઝૂંપડીના નિભાવો નડે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational