STORYMIRROR

Meet ShAh

Inspirational

3  

Meet ShAh

Inspirational

નાવની ઝીંદગી, ઝીંદગીની નાવ

નાવની ઝીંદગી, ઝીંદગીની નાવ

1 min
714

હે નાવ, 

રોજ તું કેટલા ને સામે પાર પોહચાડે છે?

તારો જન્મ તો પાણીમાં થયો નહિ, તો પણ તું તરવાને કટિબદ્ધ કેમ છે?


ક્યાંક તું નદીના વહેણને કાપે છે,

ક્યાંક તું દરિયાના મોજાં આળોટે છે,

આ સફરમાં કેટલાં અંતરોને હંફાવે છે?

અને કેટલાં પહાડ, નદી અને સમુદ્રને શરમાવે છે?


ક્યાંક તું શું માનવજાતિને કાંઈ સૂચવે છે?

કે હે માનવ,

શું ડૂબવાના ડરે તું કિનારે રહ્યો છે?


તારી કળાથી તું સફળતાને રીઝવી તો જો,

એકવાર તું ઝીંદગીની ડૂબકી લગાવીને તો જો,


મધદરિયે તું તોફાનોની મજા ને માણીશ,

બે ડૂબકી ઊંડી તરતા તું જાણીશ,

ડૂબતા તું બીજા જીવો ને શીખવીશ,

સામે પાર તું સફળતાને પામીશ.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational