મૂંઝવણ કહેવતની
મૂંઝવણ કહેવતની
મૂંઝાયો મનથી જરા દ્વિધા ને પ્રશ્ન બોલવા તણા
બઝારમાં નીકળી ને બોલું તો બોર વેંચાય ઘણા
મૂંગા બની સહદેવ સમ ન બોલવામાં નવ ગુણા,
કરવા કેટલાયે કામ મળે છે નોકર ચાકર ભાડે
આપ મુવા વગર સ્વર્ગે જવાય ના કોઈ દહાડે
આપ મૂઆ પછી ડૂબી ગઈ રે દુનિયા ઊંડે ખાડે,
દિલ કે ઘરમાં લાગે આગ ત્યારે ખોદાય ના ફૂવો
સમજુ જો ધીરજના ફળ મીઠા તો આગમાં મુવો
ઈશ્વર જે કરે તે સારા માટે તો અકારણ ના રુવો,
ઈશ્વરની ઈચ્છા વગર તો પાંદડું ય હલતું નથી
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય છે મનથી
કરો તેવું પામો વાવો તેવું લણો વાત છે અમથી,
જુઓ તેલ ને તેલની ધાર, રાજાને ગમે તે રાણી
પાંચે ય આંગળી ઘીમાં, પાટુ મારી કાઢો પાણી
સમજો ખેડ ખાતર ને પાણી, ધનને લાવે તાણી !