STORYMIRROR

Nikunj Gohel

Romance Others

4  

Nikunj Gohel

Romance Others

મુલાકાત

મુલાકાત

1 min
448

ક્યારેક તો મુલાકાત કરવાનું પણ કહો,

આ સમયને ક્ષણભર ઊભો રહેવાનું તો કહો,


પવન પણ થંભી ગયો છે વાતાવરણમાં,

આ યુવાનીને વૃક્ષ પાછળ મળવાનું તો કહો,


જોઈ રહ્યા છો આંખમાં આંખ પરોવીને,

આ પાંપણને જરા ઢળવાનું તો કહો,


દિલમાં થાય છે વીજળી તારા સ્પર્શ માત્રથી,

આ દિલની વાતો પણ કહેવાનું તો કહો,


દિવસ આખો વિતી ન જાય વાત વાતમાં,

આ સૂરજને પણ આથમવાનું તો કહો,


ક્યારેક તો મુલાકાત કરવાનું પણ કહો,

આ સમયને ક્ષણભર ઊભો રહેવાનું તો કહો.


Rate this content
Log in

More gujarati poem from Nikunj Gohel

Similar gujarati poem from Romance