STORYMIRROR

Priti Shah

Inspirational Others Romance

3.7  

Priti Shah

Inspirational Others Romance

મનોમંથન

મનોમંથન

1 min
2.4K


તું મારી અને હું તારી સઘળી ઈચ્છાઓને,

મુઠ્ઠીમા ભેગી કરી લઈએ,

ચલને કંઈક નવુ કરી લઈએ.


ગગન અને ધરા વચ્ચે રહેલા શોખને,

સોનેરી ક્ષિતીજ પર રંગી લઈએ,

ચલને કંઈક નવુ કરી લઈએ.


કયાં સુધી ઈચ્છાઓને દબાવી રાખીશુ,

જવાબદારીની ટેકરી પરથી ઠળી જઈએ,

ચલને કંઈક નવુ કરી લઈએ.


જીવનના રહેલા એ કોરા ભાગને,

સપ્તરંગી રંંગોથી રંગી લઈએ,

ચલને કંઈક નવુ કરી લઈએ....


હળવા થઈ જઈશુ ત્યારે એકબીજાનો હાથ પકડી,

ચલને થોડુ દોડી લઈએ,

ચલને કંઈક નવુ કરી લઈએ.


Rate this content
Log in

More gujarati poem from Priti Shah

Similar gujarati poem from Inspirational