મિત્રતા
મિત્રતા


મિત્રો મારા એવા મોજીલા કરે ફિકર એ મારી,
હોય સુખ કે દુઃખની સ્થિતિ પડખે રહે એ મારી.
મુસીબતમાં બને એ કૃષ્ણ સમા મારા એ સારથી.
હરહંમેશ મોજ મસ્તી કરે ને રહે એ હળવાશથી.
શાળા વિરામમાં ચા નાસ્તો ને મસ્તીની એ ઘડી પ્યારી,
દિવસોએ યાદ કરતા આંખો ભીની થાય મારી.
નિરાશામાં પણ અમર આશાનું કિરણ એ પ્રગટાવે.
ગમ્મતના કરી ગુલાલ એ દુઃખો સારા વિસરાવે.
હરતા-ફરતા એકબીજાના સંગમાં અમે રહીએ રાજી.
સ્નેહની કડી એવી અમારી રહીએ નિરંતર અમે મિત્ર સંગ રાજી.
મિત્રતાનું આ મધુર સ્મરણ મારા હૈયામાં અંકિત રહે.
ના કદી એમાં હારજીત હોય, મિત્રતા તો અમારી અમર રહે.
મનની સ્થિતિ કળીને માંગે પ્રભુ પાસે ઉન્નતિ મારી.
મિત્રો મારા એવા મોજીલા કરે ફિકા એ મારી.