મધુસૂદન
મધુસૂદન
તું આંગળીને ટેરવે ગોવર્ધન ઊંચકનાર ગોવાળ,
તું ગાયોનો રખેવાળ ગોવાળ,
આ તો થઈ પૂરાણી વાતો,
વર્તમાને ગૌમાતાના રક્ષણ કાજે જરૂર ગોવાળની,
ગૌમાતા ને પ્લાસ્ટિક ખાઈને થતાં મોતથી બચાવવા,
કતલખાને લઈ જવાતી ગૌમાતાને બચાવવા,
અકસ્માતથી મરતી ગૌમાતા ને બચાવવા,
હે મધુસૂદન તું ગોવાળ સ્વરૂપે આવે છે ને?
તારા વિના ગૌમાતાનું કોણ છે રક્ષક ?
