STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મૈત્રી

મૈત્રી

1 min
475

આપણે ભાઈબંધ એક છીએ, " નો સોરી નો થેંક્સ "

ખરા દિલથી બંને નેક છીએ, " નો સોરી નો થેંક્સ "


જો વધી જાઉં આગળ ક્યારેક રોકજો તમે જરુર,

એકમેકની વખતે બ્રેક છીએ, " નો સોરી નો થેંક્સ "


પડે ગતિ ધીમી મારીને શિથિલતા આવી જાય કદી,

પ્રવેગિત કરવાને જેક છીએ, " નો સોરી નો થેંક્સ "


છે આ વાત સહિયારી નથી એકલી તારી કે મારી,

પ્રાયવસી રાખતાં પેક છીએ, " નો સોરી નો થેંક્સ "


વાત છે ૠણાનુબંધનની એકબીજાને સમજવાની,

મૈત્રી નિભાવવાની ટેક છીએ, " નો સોરી નો થેંક્સ "


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational