STORYMIRROR

Sarita Harpale

Romance

4.9  

Sarita Harpale

Romance

માવઠું

માવઠું

1 min
2.0K


તું આજે ક-મોસમે વરસ્યો છે, છતાં રોમે રોમમાં વસંત ખીલી છે.


શું થયું આમ અચાનક વરસી પડ્યો? લાગે છે તને પણ રોમાન્સ ખૂટી પડ્યો.


માર્ચના ધગધગતા તડકાનો

ધક્કો વાગ્યો ને ઝરમર ઝરમર તું ઝરી પડ્યો.


ક-મોસમી વરસાદ કરી તે ફરી ચોમાસાની યાદ અપાવી,

ભીંજાયેલા અંગે વિસામો શોધતા સૌંદર્યની યાદ અપાવી.


માટીની ભીનાશ રોમેરોમમાં પ્રસરી છે,

અને તારા સ્પર્શની ખેવના જાગી છે.


માવઠું છે એટલે મોરનો ટહુકાર નથી,

પણ દોસ્ત આ મનને ક્યાં માવઠું સમજાય છે,


એ તો ક-મોસમી વરસાદમાં પણ ભીંજાય છે.

થેંક્સ આમ ક્યારે કમુરતે પણ વરસી જજે.


મારા જેવા અનેકના મનમાં રોમાન્સ ભેળવી જજે.


Rate this content
Log in

More gujarati poem from Sarita Harpale

Similar gujarati poem from Romance