Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

માનવ ખરા

માનવ ખરા

1 min
207


પથ્થરમાંથી પ્રભુ પ્રગટાવો તો માનવ ખરા !

પ્રભુવિયોગે નૈન ઊભરાવો તો માનવ ખરા !


મંદિરમાં તો દેવ બધાને દેખાય એ સામાન્ય,

પણ જનેજનમાં ઓળખાવો તો માનવ ખરા !


માનવતાના કામ કરો અહર્નિશ ફરજ સમજી,

એને ઈશ આરાધના ગણાવો તો માનવ ખરા !


દુઃખમાં તો સૌ કોઈ રડીને વલોપાત કરી જાણે,

બીજાની આફતમાં હાથ બટાવો તો માનવ ખરા !


શીખો કરેલા ઉપકાર ભૂલતા તમે બીજા પર,

અવરના અહેસાન ન વિસરાવો તો માનવ ખરા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational