માડી તારા ઉપકારો
માડી તારા ઉપકારો


માડી તારા ઉપકારોની લાંબી છે હારમાળ,
જનમ દેનારી જણનારીને, વંદન વારંવાર.
શૈશવ હારે ભેગી હાંભરે,
યાદોના છોડ ઉગ્યા ગામડે,
નજર નાખતા હજુય પાદરે યાદોની વણઝાર,
જનમ દેનારી જણનારીને, વંદન વારંવાર.
પાપા પગલી ડગલાં ભરવી,
આંગળી પકડી હાલતા શીખવી,
જીવન કેરા કપરા પંથની રાહ તણી ચીંધનાર,
જનમ દેનારી જણનારીને, વંદન વારંવાર.
પાટી પેન લઇ શિક્ષા આપે,
જ્ઞાન અમારું માસ્તર થઇ માપે,
સફળતાની સિદ્ધિઓની મૂળની સૂચવનાર,
જનમ દેનારી જણનારીને, વંદન વારંવાર.
હૈયું એનું વ્હાલથી ભરીયું,
માંગે એને પલમાં ધરીયું
આવે નઈ તોય સ્નેહમાં સે'જે ઉણપનો અણસાર
જનમ દેનારી જણનારીને, વંદન વારંવાર.