STORYMIRROR

ચૈતન્ય જોષી

Classics

4  

ચૈતન્ય જોષી

Classics

મા

મા

1 min
252

કુટુંબ પર સ્નેહ વરસાવતી 'મા' તું ક્યાં હશે?

અમને સર્વસ્વ સદા લાગતી 'મા' તું ક્યાં હશે ?


પ્રેમપાલવ નિજ સંતાનો પર સદાય લહેરાતો,

એની ખુશીમાં ખુશી માનતી 'મા' તું ક્યાં હશે?


દુઃખો સઘળાં ભૂલાઈ જતાં તારા સ્નેહ થકી,

બાળકોનાં હિતનું વિચારતી 'મા' તું ક્યાં હશે?


ગયો દસકો વીતી 'મા' તારા દેવ થયાને આજે,

હર પળ ચિંતા અમારી કરતી 'મા' તું ક્યાં હશે?


યાદ તારી જનેતા નયન સૌનાં વરસાવી જાય છે,

એ' દીપક' શબ્દને ઉચ્ચારતી 'મા' તું ક્યાં હશે? 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics