લવ પ્રોસેસ
લવ પ્રોસેસ
ક્યારેક ક્યારેક આંખો ચાર થાય છે,
ચારમાંથી આંખો પછી એક થાય છે.
આવતા જતા રોજ એ જ રસ્તામાં,
જાણી જોઈને મુલાકાતો થાય છે.
આંખોથી દિલમાં ઉતરેલા ચહેરા,
રાતદિવસ સામે નાસ્તા થાય છે.
થોડુ થોડું શરમાઈને મંદ હસીમાં,
આંખો વચ્ચે વાતચીત થાય છે.
જવાબ તેનો શું હશે? હા કે ના,
એ પ્રશ્ન ફૂલોની પાંખડી સાથે થાય છે.
ચિંતાની આગમાં રાત દિન તડપાય છે,
જાણી જોઈને હદયરોગના શિકાર થાય છે.
સંજય! આમ જ બધાને મોહબ્બત થાય છે.

