Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Inspirational

4  

Kiran piyush shah "kajal"

Inspirational

લાવી

લાવી

1 min
288


ઘણું મોટું હતું મન માફી માંગીને ઘરે લાવી,

ભૂલાયેલા ઘણા સપનાં અહીં પાછાં લઈ આવી. 


હથેળીના એ ફોલ્લાનું દરદ પાંપણની ભીતરમાં, 

જરા ભીનાં નયનમાં વેલ સપનાંની પછી વાવી. 


પછી રહેતી સદા તૈયાર સ્વાગત પ્રેમથી કરવા, 

ખબર પડતી નથી ક્યાંથી મળી સુખની એને ચાવી. 


કરીને કાંકરીચાળો સગા વ્હાલા થયાં છે દૂર, 

કરી ઘા પીઠ પાછળ આજ દુશ્મન પણ થતાં હાવી. 


વફાદારી નિભાવી છેક અંતિમ શ્વાસ સુધી તોય, 

હવે આવી નકામી વાત પર ગાળો નથી ખાવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational