Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

ક્યારે બતાવશો રૂપ

ક્યારે બતાવશો રૂપ

1 min
154


ક્યારે બતાવશો રૂપ, રૂપ હવે ક્યારે બતાવશો ?

સંસારે સૌથી અનુપ, રૂપ હવે ક્યારે બતાવશો ?...ક્યારે.

જન્મીને પ્રીત મારા અંતરમાં જાગી,

દિવ્ય રૂપ જોવાને લગની છે લાગે,

જીવન થયું છે અનુરાગી, રૂપ હવે ક્યારે બતાવશો ? ...ક્યારે.

અંતરમાં આજ એક ઊઠી છે વેદના,

આંખને ભરીને જોવાની સંવેદના

કરશો નહીં અવહેલના, રૂપ હવે ક્યારે બતાવશો ? ...ક્યારે.

જોયા વિના રૂપ શાંતિ વળે ના,

વાતો કર્યા વિના રસ કૈં મળે ના,

લેશ મારી ચિંતા ટળે ના, રૂપ હવે ક્યારે બતાવશો ? ...ક્યારે.

આજ એક ઝંખના જીવનની મારી,

બીજી કોઇ મારી ઇચ્છા ના ભારી,

આવીને લો મને ઉગારી, રૂપ હવે ક્યારે બતાવશો ? ...ક્યારે.

લાખો શશી સૂર્ય જેવા પ્રકાશથી,

પ્રકટી મારી સામે ફૂલ સમા હાસથી,

બાંધી લો પ્રેમના પાશથી, રૂપ હવે ક્યારે બતાવશો ? ...ક્યારે.

રૂપ જોઇ 'પાગલ' હું પ્રેમે નાચી રહું,

ધન્યતાનો આનંદ કેમેય ના કહું,

પ્રેમીના સુખને સદા લહું, રૂપ હવે ક્યારે બતાવશો ? ...ક્યારે

- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics