ક્યાં ના પાડી!
ક્યાં ના પાડી!
1 min
396
એક વાર પાનખરનું પાન બની બારીમાં તો આવો...
હૃદયમાં લાગણીનાં ફૂલ લાવવાની ક્યાં ના પાડી.....
અભિમાન મૂકી બાજુમાં એક નજર ઉપર તો કરો...
કદાચ આંખો ના મળે સ્મિત આપવાની ક્યાં ના પાડી....
અમૂલ્ય સમયનું બે ઘડી એકાંત લઈને તો એવો...
તમારી મૂંઝવણનો જવાબ આપવાની ક્યાં ના પાડી....
તમે દોસ્તીનો એક હાથ મારી સામે તો ધરો...
રહસ્યભર્યા રસ્તામાં સાથ આપવાની ક્યાં ના પાડી.....
મને સમજાશે નહિ એવું ભૂલી શબ્દો તો લાવો......
ભલે નકામી હોય વાતો સાંભળવાની ક્યાં ના પાડી....
જિંદગીનાં સુખ દુઃખમાં સૌંદર્ય લઈને તો આવો...
મન સાથે જ છે, તમારી કલ્પના બનવાની ક્યાં ના પાડી.