કવિ અમે બન્યા મરજીવા
કવિ અમે બન્યા મરજીવા
કલમ રુપી હોડી હંકારવી કવિ બની મે લીધો મરજીવાનો અવતાર રે,
તરવું મરવું અમારે, પાણી પાણી મોજ અમારે, મઝધાર રે,,
હસતા હસતા હલેસાં લગાવીએ આનંદ આનંદ અપાર રે,
આંધી આવે તોફાન આવે સૌને કરતાં પાર રે,
ચારે, કોર ઘનઘોર સાગર હિંમત જીતી હાર રે,
લેતા લેવડાવતા હરિના નામ મુખે રાખ્યા હજાર રે,
જીવું છું મદમસ્ત બનીને કલમ ને રાખી ગજવામાં હથિયાર રે,
જીવવું માનવું કાયર સમાન એના વગર તો સૌ બેકાર રે,
અંતરનો અવાજ આવ્યો રિક રૂદીયાનો રણકાર રે,
તરણું બનું ને ઝરણું બનું છતાં દરિયાને આપું હુંકાર રે,
આમજ મારી નાવ વહેતી રાખજો આપનો ખુબ ખુબ આભાર રે,
યુવા કવિ શું નસીબ માને પ્રેમ ના મળ્યા પુરસ્કાર રે.