STORYMIRROR

ચૈતન્ય જોષી

Classics

4  

ચૈતન્ય જોષી

Classics

કૃષ્ણ જન્મોત્સવ

કૃષ્ણ જન્મોત્સવ

1 min
781

આજે વ્રજમાં આનંદ અપાર, 

        જન્મ્યા નટવર નંદકુમાર.

ઉજવાય જાણે કોઈ તહેવાર,

        જન્મ્યા નટવર નંદકુમાર.


સઘળે ' લાલો ભયો' ના ઉચ્ચાર,

         ઉત્સવ જનેજનના આચાર.

ત્યજી કામને મગ્ન સૌ નરને નાર,

         જન્મ્યા નટવર નંદકુમાર.


સહુએ સજ્યા ગમતા શણગાર,

         કૃષ્ણ દર્શને લાંબી કતાર.

સાક્ષાત પરબ્રહ્મ તણો અવતાર,

         જન્મ્યા નટવર નંદકુમાર.


જગનો તાતને જગતનો આધાર,

         પુષ્પવૃષ્ટિ દેવગણ કરનાર.

જેને ભજતાં હોય જીવનસાર,

        જન્મ્યા નટવર નંદકુમાર. 


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Classics