કોરી કોરી લાગે
કોરી કોરી લાગે
કોરી કોરી લાગે..
મીઠી-મીઠી, વાતો કરી,
ક્યાં ચાલી જાય છે..તું...ચાંદની રાતોમાં
દિલમાં સપનાં જગાવી,
ક્યાં ચાલી જાય છે..તું...ચાંદની રાતોમાં
હવે સહેવાતું નથી, ક્ષણે રહેવાતું નથી,
તું આવી જા જગ છોડી આખુંય...
જો તું નથી તો ખાલી-ખાલી લાગે,
તારા વિના જિંદગી કોરી-કોરી લાગે..
મોરી-મોરી લાગે, કોરી-કોરી લાગે..
આંખોમાં સપનાં, સપનાઓમાં તું છે,
તું છે મારી જિંદગી, હો........જિંદગી-જિંદગી..
નીંદડી ઉઘડતા, સપનાંઓ મારા તૂટે,
આંખો મારી ભીની, હો........ભીની-ભીની..
હવે કહેવાતું નથી, દિલે સમાવાતું નથી,
તું આવી જા જગ છોડી આખુંય...
જો તું નથી તો ખાલી-ખાલી લાગે,
તારા વિના જિંદગી કોરી-કોરી લાગે..
મોરી-મોરી લાગે, કોરી-કોરી લાગે..
હૈયાની ધડકનના, ધબકારાઓમાં તું છે,
તું છે મારી જીવની, હો.........જીવની-જીવની..
વાટુ તારી જોતાં, ધબકારાઓ મારા થંભે,
હૈયે વીજ ગાજી, હો.........ગાજી-ગાજી..
હવે સમજાવાતું નથી, એને મનાવાતું નથી,
તું આવી જા જગ છોડી આખુંય...
જો તું નથી તો ખાલી-ખાલી લાગે,
તારા વિના જિંદગી કોરી-કોરી લાગે.
મોરી-મોરી લાગે, કોરી-કોરી લાગે.

