ખોબો ભરેલ પ્રેમ
ખોબો ભરેલ પ્રેમ
"ખોબો" ભરેલો છે પ્રેમ નો ચાલ ને વહેંચી આવીએ ..
દરિયો બહુ ઊંડો છે થોડું તરી આવીએ ....
જીવનની આ રમત બહુ સુંદર છે થોડી રમી આવીએ.
મનનું મનમાં શું રાખવું ..?
એક બીજા ને થોડું બોલી આવીએ ....
ગૂંચ બનવાની શું રાહ જોવી હવે ....
ગાંઠ જો મળે તો ખોલી આવીએ ....
ચ્હેરા પર ઘણી ઉદાસી મળી રહી છે ...
મોકો મળે થોડો તો સ્મિત આપી આવીએ ...
જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે ...
થોડી મજા મળે તો માણી આવીએ ...
આશા અને આકાંશા વચ્ચે એકલતા જામી રહી છે ..
નવી એક સવાર જો મળે તો થોડું જીવી આવીએ ...
"ખોબો" ભરેલો છે પ્રેમ નો ચાલ ને વહેંચી આવીએ ..