ખળખળતું પાણી
ખળખળતું પાણી
ખળખળતું પાણી તે અગનથી આકરું,
ચોકમાં લાવીને મેલ્યુમ આણી,
પોતાના જાણ તેને ગણ્યા પારકા,
અન્ય જાણી તીની ત્રીઠ તાણી – ખળખળતું.
માગ્યા મહેતે જઈ , વહેવાઈને કહી,
ઉષ્ણમાં ભેળવા ટાઢું પાણી,
‘ગીત ગાશો તંહી મેહૂલો વરસશે,
આફણીયે થાશે જળ સમાણી. – ખળખળતું.
કીધો મલ્હાર તે સાંભળ્યો શામળે,
થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્યું,
વાય છે વાવડો વીજ ચમકા કરે,
ગાજિયો ગગન તે જગતે જાણ્યું. - ખળખળતું
ચાતુર્માસ નથી, નથી રત-માવઠું,
કારમો ઉમગ્યો ખડક કાઢી,
અવની ઉપર થઈ નીર ચાલ્યું વહી,
જાણીએ મેહ વૂઠ્યો અષાઢી – ખળખળતું.
ધાઈ વહેવાઈ આવ્યા મહેતાજી કને
‘ધનો મહેતા ! ધન્ય ભક્તિ સાચી,
પહેરામણી પણ નરસૈ કરશે ભલી,
મૂરખ આપણી બુદ્ધિ કાચી.’ – ખળખળતું.