કાશીની મુલાકાતે
કાશીની મુલાકાતે
ઘણીવાર ગયો કાશી નગરી
સુંદર ધાર્મિક સ્થળ ગણાય,
વારંવાર જવાનું મન થાય
એ કાશી નગરી કહેવાય,
નામ પણ વિવિધ છે
કોઈ કહે બનારસ, વારાણસી
પવિત્ર યાત્રાધામ કહેવાય,
કાશીની છે વિવિધતા
ભૂલા પણ પડાય,
ગલીઓમાં પણ ગલી છે
ગલીઓમાંથી ગંગા ઘાટ જવાય,
હર હર ગંગે બોલતા
મહાદેવના પણ દર્શન થાય
દરેક ઘાટ પર
હર હર મહાદેવ સંભળાય,
કાશી વિશ્વનાથ બિરાજમાન
અન્નપૂર્ણા દેવી દર્શન થાય
દૂર્ગા જી અને સંકટમોચન
સર્વ દુઃખોથી મુક્ત થવાય,
ગંગાસ્નાન મહત્વ
નાવમાં ગંગા ફરાય
કાશીની રક્ષા કરનાર
ભૈરવનાથ દર્શન થાય,
બનારસી સાડીઓનું
મોટું માર્કેટ પણ જણાય
ધાર્મિક પુસ્તકો અનેક
મનપસંદ ખરીદી કરાય,
જોવાલાયક તો ઘણું છે
અહીં બધું ના લખી શકાય
ખાણીપીણી માર્કેટ
ગોલગપ્પા, મીઠાઈ
રસમલાઈ ને રબડી
ખાતા ખાતા મોજ પણ થાય,
આવું છે કાશી મારું
બમ બમ ભોલેનાથ
હર જગહ સાંભળો તમે
કાશી વિશ્વનાથ કી જય...
સાંભળતા સાંભળતા
મન પણ શાંત જણાય.