STORYMIRROR

Narshih Maheta

Classics

0  

Narshih Maheta

Classics

કાનજી તારી મા કેશે પણ અમે

કાનજી તારી મા કેશે પણ અમે

1 min
482


કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે...

એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે...

કાનજી તારી મા....

માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે...

ગોપીઓએ તારું ઘર ઘેરાણુ જઈ ખુણામાં પેઠું રે...

કાનજી તારી મા....

ઝુલણી પહેરતાં નહોતું આવડતું અમે તે દી' પહેરાવતાં રે...

ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ' છોડાવતાં રે...

કાનજી તારી મા....

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે...

કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે...

કાનજી તારી મા....

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે...

ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે...

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics