STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy

4  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy

જોયા કરું છું

જોયા કરું છું

1 min
257

શ્વાસનો લય ને પ્રલય, જોયા કરું છું રાત દિન,

દેહ થાતો ક્ષત વિક્ષત, ખોયા કરું છું રાત દિન.


બાળપણ તો ગ્યું રમતમાં ને કદમ યૌવન ધરે,

રેત સમ સરકે સમય, ટોયા કરું છું રાત દિન.


થંભતો ના એ વહી અવિરત, યુવાની લૂંટતો,

હું સફેદી વાળની, લોયા કરું છું રાત દિન.


આ ભવાટવિનું ચકર તો લાગતું મીઠું મને,

સ્નેહ મેલી છોડતાં, રોયા કરું છું રાત દિન.


સત્ય એ અંતિમ, સમજ ઉર સાંપડી થોડી હવે,

પાપ કર્મો દેહનાં, ધોયાં કરું  છું રાત દિન.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy