જનની ના જનની
જનની ના જનની
તમે બહુ પ્યારા છો રે મારા નાની,
મને તો મધુર લાગે છે તમારી વાણી.
છો તમે સૌનાં પ્રેરકહાર,
કોઈની મદદ કરવામાં નથી લાગતી તમને વાર.
તમારા મુખથી વાર્તા સાંભળવાની મજા જ કંઇક અલગ છે,
તમારા થેપલાનો સ્વાદ જ કંઇક જૂદો છે.
છો ભલે તમે 1950 ના,
પણ આજનાં વિચારોમાં હોય છે તમારી હા.
પ્રાર્થના તો એટલી જ છે કે તમે રહો સ્વસ્થ,
અને જિંદગી બની રહે મસ્ત.