STORYMIRROR

VANITA MANUNDRA

Inspirational

4  

VANITA MANUNDRA

Inspirational

જિંદગીના રંગમંચનો કલાકાર..!

જિંદગીના રંગમંચનો કલાકાર..!

1 min
226

આસમાની આભ નીચે ઝળકતું મુક્તાફળ હું,

લાગી તૃષ્ણા હૂંફની અતૃપ્ત મૃગજળ હું,

પરિવારના માળાની બંદગી છે તું...

જિંદગીના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર તું...!

હા મારી જિંદગીના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર છે તું.... !


પાછળ પડું કે આગળ વધુ, ગોથા ખાઉં કે થોડું વિરમું,

તું ભરી લે મને બાથ તું ઝાલી લે મારો હાથ,

કાલીઘેલી વાણી મારી તું પણ ઉચ્ચારે,

ભૂલ જો હોય મારી તું હાથ ન ઉગામે,


પરિવારના માળાની બંદગી છે તું,

જિંદગીના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર તું,

હા મારી જિંદગીના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર છે તું..!


હો રે પિતા હું તારો અંશ છું,

દેવ છે તું દેવ છે તું હું તારો દેવાંશ છું,

ચાહત એવી દર્દ સર્વે લઈ લઉં,

સર્વ ખુશી તારા ચરણે ધરી દઉં,


પરિવારના માળાની બંદગી છે તું,

જિંદગીના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર તું,

હા મારી જિંદગીના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર છે તું...!


पिता धर्म : पिता स्वर्ग : पिता ही परम तप :

पितारी : प्रितिमापंते प्रियांते सर्व देवता :


હોરે પિતા સર્વ તુજ પર લૂંટાવી દઉં,

આજ હું તારી શાન વધારી દઉં,


પરિવારના માળાની બંદગી છે તું,

જિંદગીના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર તું,

હા મારી જિંદગીના રંગમંચનો શ્રેષ્ઠ કલાકાર છે તું...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational