જિંદગી
જિંદગી
તું જિંદગી જીવી જા,
પણ તેને સમજવાની કોશિશ ન કર,
સરસ મજાનાં સપનાં જો,
પણ તેમાં ઉલજવાંની કોશિશ ન કર,
સમય સાથે ચાલતો રહે,
તેને સમેટવાની કોશિશ ન કર,
હાથોને પહોળા કરીને દિલ ખોલીને શ્વાસ લે,
મનમાં ને મનમાં મૂંઝાવાની કોશિશ ન કર,
મનમાં ચાલતી ઉલજણને શાંત કર,
પોતાની સાથે જ લડવાનું બંધ કર,
થોડી પરેશાની ભગવાન પર છોડી દે,
બધુ જાતે જ ઉકેલવાની કોશિશ ન કર,
જે મળી ગયું તેમાં ખુશ રહે,
સુખચેન લુંટી લે તે મેળવવાની કોશિશ ન કર,
મુસાફરીનો આનંદ ઉઠાવ,
ગંતવ્ય સ્થાન પર પહોંચવાની ઉતાવળ ન કર
