STORYMIRROR

Ganga Sati

Classics

2  

Ganga Sati

Classics

જેના મન નવ ડગે

જેના મન નવ ડગે

1 min
13.6K


મેરુ તો ડગે પણ જેના મન નવ ડગે,

ભલે ભાંગી પડે ભરમાંડ રે,

વિપત પડે પણ વણસે નહીં,

સોહી હરિજનનાં પ્રમાણ રે. ...મેરુ તો ડગે પણ...


ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે ને,

કરે નહીં કોઈની આશ રે,

દાન દેવે પણ રહેવે અજાચી ને,

રાખે વચનમાં વિશ્વાસ રે ...મેરુ તો ડગે પણ...


હરખ ને શોકની ન જેને આવે હેડકી ને,

આઠે પહોર રહેવે આનંદ જી,

નિત્ય રહે સતસંગમાંને,

તોડી દીધાં માયા કેરાં ફંદ રે ...મેરુ તો ડગે પણ...


સંગત કરો તો તમે એવાની કરજો ને,

ભજનમાં રહેજો ભરપૂર રે,

ગંગાસતી એમ બોલિયાં રે,

જેનાં નયણોમાં વરસે સાચાં નૂર રે...મેરુ તો ડગે પણ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics