STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

જબાન

જબાન

1 min
23.1K

જબાનથી મળે છે પરિચય વ્યક્તિનો,

જબાનથી મળે છે આશય વ્યક્તિનો.


અંતરનું શબ્દોમાં અનાયાસે પ્રગટતું, 

જબાનથી મળે છે સમય વ્યક્તિનો.


પરા કે વૈખરી સાંભળવા મળતી કદી,

જબાનથી મળે છે વિજય વ્યક્તિનો.


પ્રગતિ કે પતનનાં મૂળમાં જબાન જ,

જબાનથી મળે છે પરાજય વ્યક્તિનો.


મિત્રતા કે શત્રુતા અવલંબે વાણી પર,

જબાનથી મળે છે અભય વ્યક્તિનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational