STORYMIRROR

Nagraj: "હ્ર્દય"

Romance

3  

Nagraj: "હ્ર્દય"

Romance

ઇન્તજાર હું કરતો રહ્યો

ઇન્તજાર હું કરતો રહ્યો

1 min
202

હૃદય તારા આવવાનો ઇન્તજાર હું કરતો રહ્યો, 

 વસંત વેલી ખીલશે એ ભ્રમણામાં હું ખરતો રહ્યો, 


 મોસમને માની મેં મારી મિલકત, 

  પણ તારા પ્રેમનો ટેક્સ સદા હું ભરતો રહ્યો, 


 દિલરૂબાનો ટેગ આપ્યો હતો તુજને, 

  પણ હંમેશ ત્રણ શબ્દ માટે હું તરસ્તો રહ્યો, 


 ઈચ્છાની ચાહના ઊડી હતી આભે, 

  હકીકતની હોડી છેદાણી ને ખુદમાં હું ડૂબતો રહ્યો, 


 તારી તસ્વીર તો કેદ હતી હૈયે, 

  પણ એક ઝલક જોવા તારી ગલીએ હું ભટકતો રહ્યો, 


 હૃદય ઘણો ઘવાણો પણ ખરો, 

 પણ પ્રણય કાજે મરી મરી હું જન્મતો રહ્યો,


Rate this content
Log in

More gujarati poem from Nagraj: "હ્ર્દય"

Similar gujarati poem from Romance