"ઈશ્વરની અપ્રતિમ ભેટ"
"ઈશ્વરની અપ્રતિમ ભેટ"
"ઈશ્વરની અપ્રતિમ ભેટ"
એ મારા જીવ તમને એક વાત કહું,
આમતો મારા જીવનમાં હું ઘણા લોકોને મળી,
પરંતુ તમારી વાતતો અનોખી અને અલગ છે.
આમતો મારું દિલ છે આભ જેવડું, જેમાં વસે છે લાખો તારા,
પરંતુ તમે એ તારાઓને પણ અંજાવી દો એવા પૂનમના ચાંદ લાગો છો.
આમતો હું વાતોડી, ચંચળ અને જીદી તો ખરી,
પરંતુ મને સમજનાર અને મારી જીદના હકદાર ફક્ત તમે.
આમતો મને એડજેસ્ટ કરવું ફાવે,
પરંતુ તમે જ્યારથી મને સમજવા લાગ્યા ત્યારથી મને જીવનમાં કંઈ એડજેસ્ટ કરવું નથી પડ્યું.
આમતો દરરોજ સવારે સર્વપ્રથમ તમને જોવાનું મન થાય છે,
પરંતુ એ સપનું તો નથીને એવું વિચારીને ફરીથી આંખો બંધ કરી દેવાનું મન થાય.
આમતો ભીંજાવું હતું મારે ઝાકળની બિંદુમાં ધીરેધીરે,
પરંતુ તમારા વહાલ ભર્યા દરિયાના પ્રેમાળ મોજા મને ભીંજવી ગયાં.
આમતો ગણિત ગણવામાં, ગણત્રીમાં હું પાક્કી,
પરંતુ તમારા અગણિત પ્રેમને માણવામાં જીવનની ગણત્રીમાં હું કાચી રહી ગઈ.
આમતો મને જીવનમાં ઘણા લોકોએ અમૂલ્ય ભેટ આપી,
પરંતુ મારા જીવનમાં ઈશ્વરે આપેલી અપ્રતિમ ભેટ છો તમે.
-ઈશિતા રાયઠઠ્ઠા.

