"મીઠીમીઠી મોરલી વાડો"
"મીઠીમીઠી મોરલી વાડો"
1 min
352
દિલ મારું, પરંતુ ધબકે,
ફક્ત મારા કાનુડા માટે.
જીવન મારું, પરંતુ દરેક શ્વાસ પર,
દેવકીનંદનના જ વિચાર.
સવાર તો રોજ થાય છે, પરંતુ સુભસવાર,
ફક્ત દ્વારકાનાથની સેવા થકી.
સાંજ પડે છે ને દિવસનો અંત આવે છે,
પરંતુ કાન્હા પ્રત્યેની મારી ભક્તિનો અંત ક્યારેય નથી આવતો.
કાન્હો મનાવશે એ વિચારીને,
રૂઠવાનું પણ રોજ મન થાય છે.
કાન્હો હસાવા આવશે એ વિચારીને,
રડવાનું પણ રોજ મન થાય છે.
સપના હું જોવું, પરંતુ પૂરા યશોદાનંદનના,
લાલાની કૃપા થકીજ થાય.
હું બાવરી બની હતી મીઠીમીઠી મોરલી વાળા માટે,
અને મારું જીવન કાન્હા ગોકુળિયાવાળાએ,
તેની ભક્તિના પ્રેમરસથી ભરી દીધું.
