STORYMIRROR

Rakesh fefar Maganlal

Children

4  

Rakesh fefar Maganlal

Children

હોળી આવી, હોળી આવી

હોળી આવી, હોળી આવી

1 min
233

હોળી આવી, હોળી આવી,

શું શું લાવી ? શું શું લાવી ?


ખજૂર લાવી, ધાણી લાવી,

પતાસાના તો હાર લાવી.

અબીલ લાવી, ગુલાલ લાવી,

રંગોની તો બ્હાર લાવી.


હોળી આવી, હોળી આવી,

શું શું લાવી ? શું શું લાવી ?


ફાગણીયાના ફાગ લાવી,

મઘમઘતા એ બાગ લાવી.

હુતાસણીની આગ લાવી,

કોયલના એ રાગ લાવી.


હોળી આવી, હોળી આવી,

શું શું લાવી ? શું શું લાવી ?


કેસુડા ને પલાસ લાવી,

ગુલાબની એ મહેક લાવી.

મસ્તી કેરી મોસમ લાવી,

અંતર મનમાં યૌવન લાવી.


Rate this content
Log in

More gujarati poem from Rakesh fefar Maganlal

Similar gujarati poem from Children