STORYMIRROR

DHIRAJ R PARMAR

Drama Others

3  

DHIRAJ R PARMAR

Drama Others

હોળી આવી છે

હોળી આવી છે

1 min
634

વીતી હેમંત ને, શિશિર ફાગણથી મળી છે,

દેખો, રાહ જોતાં આવી ઊભી એ હોળી છે,


તાપણું ઓલવી, ચડાવી શાલ માળિયે છે,

ઝટ ગઈ ઠંડી, હવે ગોદડાની થઈ ઝોળી છે,


મહેકતો મહેકતો, શરમાય ગયો જ કેસુડો,

કેસરી સાફો બાંધી, શૂરવીર જેવી ડાળી છે,


ઊંચો ડાંડો રોપાયો, થતી છાણની ગાડી છે,

માદક સ્વરે સંભળાય, એ ઢોલ ને થાળી છે,


અગ્નિદાહ આપવા, લોક વળ્યાં ફરી ટોળે છે,

ઉણનું વરહ સુખદ વળે એ માનતા પાળી છે,


રંગ-રંગેને ઉલ્લાસે થતી બીજે દિ' ધુળેટી છે,

ફૂલોનો ઘેરૈયો ખેલતો, રાજી થયો માળી છે,


સફેદ કપડે રંગ લાગ્યા, ડાઘ વર્ષોના દૂર થયાં,

અંત લખતાં કવિતાનો શાહી આજે ઢોળી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama