વાત જામે ખરી
વાત જામે ખરી
1 min
409
આથમતા સૂરજે એકલો બેઠો છું,
કોઈ સથવારો આવે, તો વાતો જામે ખરી,
કોરા કાગળની સાથે કલમ છે મારી,
કોઈ હૈયાનાં શબ્દો લાવે, તો વાત જામે ખરી,
થોડી લાગણીનો ભંડોળ કરવો મને,
સાથે મળી કવિતા રચીએ, તો વાત જામે ખરી,
એકાંતે બેઠો કેટલું લખ્યું છે મે તો,
કોઈ લખાણનો સાર થાય, તો વાત જામે ખરી,
લખી લખી ને હાથને આરામ નથી,
કોઈ લખાણમાં હાથ ફેરે, તો વાત જામે ખરી,
અર્ધ, અધૂરું ને એકાંતે લખ્યું છે,
કોઈ મહેફિલ-એ-કવિતા કરે, તો વાત જામે ખરી.
