હજું પણ કંઈ બાકી છે...
હજું પણ કંઈ બાકી છે...
લાગી ગયો છે પૂર્ણવિરામ સંબંધ ને આપણા,
તૂટી રહયાં છે લાગણીઓનાં દોર,
વિખરાયેલા આ માહોલ વચ્ચે પણ લાગે,
હજુ પણ કંઈક બાકી છે......
બદલાય ગયા છે સંબંધોના સરનામા,
અટકી ગયા છે વાતો ના વ્યવહાર છતાં,
તારા પરનો વિશ્વાસ કહે છે,
હજુ પણ કંઈક બાકી છે......
આજે ફરી સફર કરી એ ગલીઓમાં,
થોડો સમય વિતાવી તારી યાદોમાં,
ત્યારે તારા વિચારો કહે છે,
હજુ પણ કંઈક બાકી છે.......
હંમેશાં પૂર્ણવિરામ નથી હોતો અંત,
કયારેક હોય છે સંકેત નવી શરૂઆતનો.
બસ એજ આશા સાથે મનમાં તારા માટે,
હજુ પણ કંઈક બાકી છે.

