હે રામ તમે !
હે રામ તમે !


ગેય કૃતિ- આશાવરી
હે રામ તમે..!
દિલના દ્વારે આવો હે રામ તમે (2)
ઉરના પોકારે આવો હે રામ તમે.(2)
શરણાગત છું આવ્યો છું દ્વારે,
અહર્નિશ રઘુવીર રહેવું પનારે,
નયન અશ્રુધારે આવો હે રામ તમે..1
હૈયાના હેતથી વિનવું પ્રભુજી,
ઉર આરત અમારી છે ઝાઝી,
મનના વિચારે આવો હે રામ તમે..2
ભૂલી જાજો અવગુણ અમારા,
માનજો અમને કે છીએ તમારા,
ભવજળ પાર ઊતારો હે રામ તમે..3
અંતરયામી નાથ શું કહેવું?
નિશદિન એના આશરે રહેવું,
છોડી આવો કામ હજારો હે રામ તમે..4