હે ઈશ્વર
હે ઈશ્વર


કોન્ટેક્ટ લેસ દુનિયામાં,
એક વર્ચ્યુઅલ હગ આપી જા તું !
આ ફીઅર અને ઈમોશનના વેવસમાં,
લાગણીની ઢગલાબંધ ઈમોજીઓ મોકલી જા તું !
દુરથી એક વેવ કરીને,
તારો એક અહેસાસ કરાવી જા તું !
નિરાશાના આ ઘોર યુગમાં,
હોપની એક લહેર ફેલાવી જા તું !
હે ઈશ્વર હવે તો,
એક સેલફી, પડાવી જા તું !